: maheshkaswala1972@gmail.com
ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાનો સંકલ્પ કેટલા લોકોને પુસ્તક વાંચતા કરી શકે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રત્યક્ષ નીહાળવું હોય તો કર્ણાવતીના મણીનગર વિસ્તારમાં ઉત્તમનગર બગીચા પાસે રવીવારે સવારે નવ થી બાર એક આંટો જરુર મારો! અહીં બગીચાની બહાર ફૂટપાથ પર ભાજપના ખૂબ પરિશ્રમી પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઇ કસવાલા અને ટીમે ‘નમો પુસ્તક પરબ’ નામે સાચા અર્થમાં એક જ્ઞાનયજ્ઞ શરુ કર્યો છે.