સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે તાલુકા કક્ષાના 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ધ્વજ વંદન કાર્યક્રમ તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, આ કાર્યક્રમમાં પ્રાંતઅધિકારી શ્રી સાવરકુંડલા, મામલતદાર શ્રી સાવરકુંડલા, DYSP શ્રી સાવરકુંડલા તેમજ પોલીસ વિભાગના વિવિધ અધિકારીશ્રીઓ, સાવરકુંડલા તાલુકા સંગઠનના વિવિધ પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ, શાળા સ્ટાફ, શિક્ષકગણ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.