શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના છ વર્ષ પૂર્ણ,સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શ્રી ખોડલધામ ના દેશભર ના કન્વીનર અને સ્વયંસેવક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, માન.મંત્રીશ્રીઓ સહિત ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થા ના અધ્યક્ષશ્રી નરેશભાઈ પટેલ દ્વારા સૌનું અભિવાદન કરવામાં આવ્યું અને સંસ્થા ના નવા પ્રકલ્પો ની જાહેરાત પણ કરવામાં આવી.