આજ રોજ સાવરકુંડલા શહેરના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં સાવરકુંડલા સદભાવના ગ્રુપ દ્વારા શહેરના ટીબીના 64 દર્દીઓ તેમજ વિધાનસભા વિસ્તારના 155 દર્દીઓને પોષણક્ષમ કીટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં સદભાવના ગ્રુપના સદસ્યો ભાજપના અગ્રણીઓ તેમજ બ્લોક હેલ્થ સેન્ટરના ડોક્ટર મીના સહિતના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.